અબડાસા બેઠક માટે તા. 5-6 જુલાઈએ ઈન્ચાર્જ સી. જે. ચાવડાની હાજરીમાં બેઠક

ભુજ, તા. 4 : અબડાસાની પેટા ચૂંટણીમાં બેઠક ફરી અંકે કરવા કોંગ્રેસે કમર કસી છે. જેના ભાગરૂપે અબડાસા વિધાનસભા ઈન્ચાર્જ અને ગાંધીનગરના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડાની પશ્ચિમ કચ્છમાં તા. 5 અને 6 તબક્કાવાર બેઠક યોજાઈ છે. તા. 5ના 4 વાગ્યે નખત્રાણા અને છઠ્ઠીના સવારે 11 વાગ્યે નલિયા તથા 4 વાગ્યે વર્માનગર પાનધ્રોમાં તબક્કાવાર બેઠકમાં સી. જે. ચાવડા અને જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાશે. સહઈન્ચાર્જ તરીકે વાંકાનેર ધારાસભ્ય જાવેદ પીરજાદા, હીરાભાઈ જાટવા અને ભચુભાઈ આરેઠિયાની નિમણૂક કરાઈ છે. તેવું પ્રવક્તા ગનીભાઈ કુંભારે જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer