કુકમાની ગ્રામીણ બેન્કમાં બીએસએનએલ જોડાણ વારંવાર ઠપ થતાં હાલાકી
ભુજ, તા. 4 : તાલુકાના કુકમા ગામની બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કનું કામકાજ બીએસએનએલની લાઈનનાં જોડાણથી ચાલે છે. સ્થાનિક એકસચેન્જમાં બેટરી ન હોતાં વીજળી ગુલ થતાં જ કામકાજ ઠપ થઈ જાય છે. આવું રોજ ચારથી પાંચવાર થાય છે. જેનાં પગલે કર્મચારીઓ અને બેન્કના ખાતાધારક લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. રોજેરોજની આ હાલાકીના પગલે કુકમા વેપારી એસો.ના પ્રમુખ નરેશભાઈ ઠક્કરે બેન્કના મેનેજર અનિલભાઈ ચૌહાણને રજૂઆત કરતાં મેજેનર શ્રી ચૌહાણે કહ્યું કે, અગાઉ એરટેલનાં જોડાણથી આવી કોઈ મુશ્કેલી થતી નહોતી. બીએસએનએલનાં જોડાણ બાદ સમસ્યા સર્જાઈ છે. આ સમગ્ર બાબતે તેમણે તેઓના ઉપરીને જાણ કરી મુશ્કેલી નિવારવા જણાવ્યું છે.