કચ્છમાં નવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર

ભુજ, તા. 4 : કોરોનાના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભુજ, અંજાર, લખપત અને અબડાસા તાલુકામાં નવા નવ વિસ્તારને માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ભુજના માધાપર ગામની સેવક સમાજવાડી પાછળના મકાન નં. 1થી નંબર 6ને 15 જુલાઇ સુધી તો શહેરના હોસ્પિટલ રોડ પર શાંતિનિકેતન હોલની પાછળ આદર્શ સોસાયટીના મકાન નંબર 1થી 7 ને 16 જુલાઇ સુધી, રાપરના બાલાસરના ખીમાણીવાસ વિસ્તારના ચાર ઘરને 13 જુલાઇ સુધી, બેલા ગામના અલિયાજી વિસ્તારને 15 જુલાઇ સુધી, રાપર શહેરના અયોધ્યાપુરી આરેઠિયા શેરી વિસ્તારના 10 ઘરોને 15 જુલાઇ સુધી, બેલા ગામના સતાજી વસતી વિસ્તારને 15 જુલાઇ સુધી, અબડાસાના હરિપર ગામના મંદિર પાછળના ભટ્ટ વિસ્તારને 13 જુલાઇ સુધી, કોઠારા ગામના વાછરાદાદા -સોઢા ફળિયાને 15 જુલાઇ સુધી, લખપત તાલુકાના વર્માનગર જીઇબી કોલોનીના કવાર્ટર ટાઇપ-3 34/1 થી 34/4 તેમજ કવાર્ટર નં. ટાઇપ-3 19-1થી 19-4ને 14 જુલાઇ સુધી માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. અહીં આવશ્યક સિવાયની તમામ અવર-જવર પર પ્રતિબંધ મુકાયો છે. ભંગ કરનારા શિક્ષાપાત્ર ઠરશે તેવું આદેશમાં જણાવાયું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer