ઝુરામાં હીંચકે હીંચકતા ફાંસો આવી જવાના કરુણ કિસ્સામાં તરુણીએ દમ તોડયો
ભુજ, તા. 4 : તાલુકાના ઝુરા ગામે બાવળના ઝાડમાં બંધાયેલા હીંચકામાં ઝૂલવા દરમ્યાન અકસ્માતે રસ્સી ગળામાં વીંટળાઇ જતાં ફાંસો આવી જવાથી જખ્મી બનેલી તરુણી હિના ભીમજી ભદરૂ (ઉ.વ.13)એ સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધો હતો. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ ઝુરા ગામે ગઇકાલે બપોરે આ ઘટના બન્યા બાદ ભોગ બનનારી કિશોરીને અત્રેની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. સારવાર દરમ્યાન ગઇકાલે સાંજે તેણે દમ તોડયો હતો. બનાવ બાબતે અકસ્માત મોતનો કેસ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.