બે બાઇક વચ્ચેની ટક્કરમાં સાપેડાનો ચાલક થયો જખ્મી

ભુજ, તા. 4 : અંજાર શહેરની ભાગોળે સાપેડા ગામ નજીક બે બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં સાપેડા ગામના શ્રમજીવી યુવાન દિલીપ શામજી મહેશ્વરી (ઉ.વ. 33)ને ઇજાઓ થઇ હતી. પોલીસે આપેલી માહિતી મુજબ આજે સવારે અકસ્માતની આ ઘટના બની હતી. સારવાર માટે દિલીપને ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. તેણે પોલીસ સમક્ષ લખાવેલી વિગતો મુજબ તે કડિયાકામ માટે જવા ઘરેથી બાઇકથી નીકળ્યો હતો ત્યારે સામેથી રોંગ સાઇડમાં આવેલી બાઇક તેની સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer