ભુજપુર હાઇસ્કૂલમાં હિન્દીના શિક્ષક ન હોવાથી પરેશાની

ભુજપુર (તા. મુંદરા), તા. 4 : અહીંની એ.જે.એસ. હાઇસ્કૂલમાં છ માસ અગાઉ હિન્દી વિષયના શિક્ષકની બદલી થયા પછી અન્ય શિક્ષકની નિમણૂક ન થતાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય ભાષાના  અભ્યાસથી વંચિત રહેતા હોવાથી સત્વરે શિક્ષકની નિમણૂક થાય તેવી માગણી રાયસી નામોરી નંજારએ જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીને પત્ર પાઠવીને કરી છે.શ્રી નંજારએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, દશમા ધોરણમાં 200 વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય ભાષાથી વંચિત રહે તે અયોગ્ય છે. હિન્દીના બદલે સંસ્કૃત વિષય રાખવાનું દબાણ થાય છે. હિન્દી વિષય રાખવાની ઇચ્છા છે પણ શિક્ષક ન હોવાથી મૂંઝવણમાં વધારો થઇ રહ્યો છે. વિદ્યાર્થીઓને 10મા ધોરણમાં નાપાસ થવાનો ભય સતાવી રહ્યો છે, પત્રની નકલ રાજ્યના શિક્ષણમંત્રી ઉપરાંત સંસદ સભ્ય, માંડવી-મુંદરાના ધારાસભ્ય વિ.ને પાઠવીને સત્વરે ઉકેલની માંગ કરાઇ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer