વિશ્વનાં મોટાં સ્ટેડિયમ બનાવવાની દેશમાં સ્પર્ધા

જયપુર, તા. 4 : અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ બાદ હવે ભારતનું બીજું મોટું સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. આ સ્ટેડિયમ વિશ્વનું ત્રીજું મોટું સ્ટેડિયમ કહેવાશે, જ્યારે ભારતનું બીજું સૌથી મોટું સ્ટેડિયમ. હા, રાજસ્થાનનું જયપુર વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. તેની ડિઝાઇન પણ તૈયાર કરવામાં આવી છે. રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (આરસીએ) ના સચિવ મહેન્દ્ર શર્મા દ્વારા આ વિશેની માહિતી આપવામાં આવી છે.  આ સ્ટેડિયમ બનાવવા માટે 350 કરોડનો ખર્ચ થશે. મેચ જોવા માટે 75 હજારથી વધુ દર્શકો સ્ટેડિયમમાં બેસીને આનંદ માણશે. આ સ્ટેડિયમ 100 એકરમાં તૈયાર થશે. સેક્રેટરી મહેન્દ્ર શર્માએ આ માહિતી આપી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચેમ્પ ગામની લગભગ 100 એકર જમીન આરસીએ સ્ટેડિયમ માટે નક્કી કરવામાં આવી છે.  એમાં ઇન્ડોર ગેમ્સની સુવિધાઓ રહેશે, ઘણી રમતો માટેની ટ્રાનિંગ એકેડમી, ક્લબ હાઉસ, 4 હજાર કાર માટે પાર્કિંગ બનાવવામાં આવશે. સ્ટેડિયમમાં બે મેદાન પણ હશે જ્યાં રણજી ટ્રોફીની મેચ યોજાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer