ઈંગ્લેન્ડમાં 11 જુલાઈથી મનોરંજક ક્રિકેટની વાપસી

લંડન, તા. 4 : ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)એ વડાપ્રધાન બોરિસ જોનસન તરફથી લીલીઝંડી મળ્યા બાદ 11 જુલાઈથી મનોરંજક ક્રિકેટને ફરીથી શરૂ કરવાની ઘોષણા કરી છે. ઈસીબી તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, મનોરંજક ક્રિકેટ (રિક્રિએશનલ ક્રિકેટ) સંબંધિત બ્રિટેન સરકારની ઘોષણા વર્તમાન સમયમાં માત્ર ઈંગ્લેન્ડમા ંલાગુ થશે.નિવેદન મુજબ ઈસીબી ખુશ  છે કે શનિવારને 11 જુલાઈથી બ્રિટન સરકારે ઈંગ્લેન્ડમાં મનોરંજક ક્રિકેટની વાપસી માટે મંજૂરી આપી દીધી છે. સરકારના આ નવા નિર્ણયથી ઈસીબીને મનોરંજક ક્રિકેટની વાપીસીને લઈને કરવામાં આવેલી તૈયારી મુજબ ત્રીજાથી ચોથા તબક્કામાં પહોંચવામાં મદદ મળી રહેશે. તેમજ સાફ સફાઈ અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો સાથે ઈંગ્લેન્ડમાં પ્રતિસ્પર્ધી મુકાબલા થઈ શકશે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer