બાર્સેલોના અને મેસીનો સાથ છૂટશે !

બાર્સેલોના, તા. 4 : સ્ટાર ખેલાડી લિયોનલ મેસી 2021 બાદ સ્પેનના ફૂટબોલ ક્લબ બાર્સેલોના સાથે પોતાના કરારને લંબાવવાના મુડમાં નથી. અહેવાલ પ્રમાણે મેસી કરાર પૂરો થયા બાદ ક્લબ છોડવા માટે મન બનાવી રહ્યો છે. મેસીનો કરાર આગામી વર્ષે પૂરો થઈ રહ્યો છે. ક્લબ માટે સૌથી વધુ ગોલ કરનારા ખેલાડી મેસી નવો કરાર કરવાનો હતો જે 2023 સુધી ક્લબ સાથે જોડાવા માટેનો હતો. જો કે સ્પેનિશ રેડિયો કાડેનાના રિપોર્ટ પ્રમાણે 33 વર્ષિય મેસીએ પોતાનો ઈરાદો બદલી લીધો છે અને હવે કરાર પૂરો થયા બાદ ક્લબ છોડવા માગે છે. રિપોર્ટ પ્રમાણે મેસી અને તેના પિતા જ્યોર્જે કરાર લંબાવવાની ચર્ચા શરૂ કરી હતી પણ હવે મેસી બાર્સેલોનામાં રહેવા માગતો નથી. મેસીએ થોડા સમય પહેલા જ પોતાની કારકિર્દીનો 700મો ગોલ કર્યો હતો. આ ઉપલબ્ધી સ્પેનિશ લીગમાં એટલેટિકો મેડ્રિડ સામે રમાયેલી મેચમાં મેળવી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer