જુણામાં પોલીસ હુમલાના મુખ્ય સૂત્રધાર સહિત છના રિમાન્ડ મંજૂર

ભુજ, તા. 4 : ગત તા. 29/6ના પોલીસ ટીમ પર જુણા ગામે થયેલા હુમલાના ચકચારી બનાવમાં ઝડપાયેલા 26 આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર સહિત છ?આરોપીઓના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. 29ના હુમલા બાદ બીજા દિવસે જુણાની સીમ અને ડુંગરોમાંથી આ કામના આરોપી એવા ત્રણ?મહિલા સહિત કુલ 22ને ઝડપી પાડી કોવિડ-19ના ટેસ્ટ કરાવ્યા બાદ બધા રિપોર્ટ નેગેટિવ આવતાં 1/7ના વિધિવત ધરપકડ?બાદ કોર્ટમાં રજૂ કરાતાં આ પૈકીના પાંચ આરોપી એવા અલ્લાબક્ષ હમીર સમા, અજીજ હમીર સમા, સોયબ સુલેમાન સમા, ગફુર સાલે સમા અને અલીમામદ સિધિક સમા તેમજ બાદ ઝડપાયેલા ચાર આરોપી પૈકીના અને આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર આરોપી સુલેમાન સાધક સમાને પોલીસે ગુના તપાસ અર્થે રિમાન્ડ માંગતા તેઓના તા. 6/7 સોમવાર સુધી રિમાન્ડ મંજૂર થયા છે. દરમ્યાન, આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા માટે પણ પોલીસે અલગ-અલગ?ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યાં છે. બીજીતરફ ઝડપાયેલા બધા આરોપીઓના કોવિડ-19ના રિપોર્ટ નેગેટિવ આવતાં પોલીસ દ્વારા વિધિવત ધરપકડ કરાઇ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer