કચ્છના મથકો રાજ્યમાં સર્વાધિક શેકાયા
ભુજ, તા. 4 : સર્ક્યુલેશનની અસરથી કચ્છ સહિત રાજ્યમાં સાર્વધિક વરસાદ વરસવાની આગહી કરી છે તેવામાં આજે કચ્છના તમામ મથકો રાજ્યમાં સર્વાધિક શેકાયા હતા જેના પગલે લોકોએ તાપ-ઉકળાટની અનુભૂતિ કરી હતી. 39.4 ડિગ્રી ભુજ રાજ્યનું સૌથી ગરમ મથક બન્યું હતું, તો કંડલા (એ)માં 39.2, કંડલા પોર્ટમાં 38.7 અને નલિયામાં 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સમી સાંજે જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.