કોરોના : આફતને અવસરમાં પલટો : નિબંધ સ્પર્ધા યોજાશે

મુંબઇ, તા. 4 : આજ સુધી આપણે જેની કલ્પના પણ કરી નહોતી એવી કોરોનાની મહામારીમાં આજે દેશ અને દુનિયા સપડાયા છે. રોજરોજ આ રોગ વધુ ને વધુ ભોગ લેતો જાય છે-માણસોનો, અર્થતંત્રનો, શિક્ષણનો, મનોરંજનનાં સાધનોની, બલકે મનુષ્યજીવનની દરેક પ્રવૃત્તિ અને પરિસ્થિતિનો. આજે એક અભૂતપૂર્વ કટોકટીમાંથી માણસ જાત પસાર થઇ રહી છે. પણ જો આપણે મક્કમ નિર્ધાર કરીએ તો આ આફતને એક અવસરમાં બદલી શકીએ. જીવન અને જગતનું નવેસરથી નિર્માણ કરી શકીએ. આ અંગે તમને શું લાગે છે ? આ વિશે મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહા મંડળ દ્વારા નિબંધ સ્પર્ધા યોજાઇ છે. નિબંધ ફુલસ્કેપ કે એ-4 સાઇઝના કાગળની એક બાજુએ સ્વચ્છ અક્ષરે હાથે લખેલો (ટાઈપ કરેલો નહિ), અને વધુમાં વધુ છ પાનાંનો હોવો જોઇએ. નિબંધ લખનારનો ફોટોગ્રાફ, તેનાં નામ, ઉંમર, સરનામું, મોબાઇલ નંબર, ઇમેલ એડ્રેસ વગેરે અલગ કાગળ પર લખીને નિબંધ સાથે મોકલવાનાં રહેશે. આપનો નિબંધ સ્કેન કરીને ઇમેલથી પણ મોકલી શકાશે. [email protected] સ્પર્ધા માટે મળેલા નિબંધ મોકલવાની છેલ્લી તારીખ 30 જુલાઇ, 2020 નિબંધો મોકલવાનું સરનામું :?હેમરાજ શાહ, પ્રમુખ, મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળ, રેખા પ્રકાશન, 41 કરેલ વાડી, ઠાકુર દ્વાર, મુંબઇ. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer