કચ્છના `ગૂગલ બોય''ની કમાલ સિદ્ધિ

કચ્છના `ગૂગલ બોય''ની કમાલ સિદ્ધિ
ભુજ, તા. 2 : સામાન્ય રીતે એવું કહેવાય છે કે, સોળે શાન આવે... મતલબ કે 16 વર્ષની ઉંમર થાય ત્યારે સમજણ આવવા માંડે, પરંતુ તેનાથી અડધોઅડધ એટલે કે માત્ર સાત વરસે સમજણ ભલભલા ભણેશ્રીને શરમાવે તેવી આવે તો ? સાત-આઠ વર્ષની વયે આંખો આંજી નાખે તેવી સિદ્ધિ, સફળતા મેળવનારા ભુજના યશ ગણાત્રાએ લોકડાઉન દરમ્યાન માત્ર?20 દિવસના ટૂંકાગાળામાં માત્ર બે-પાંચ નહીં પરંતુ પૂરા 53 ઓનલાઇન કોર્સ સફળતાપૂર્વક પૂરા કરીને કચ્છને ગૌરવ અપાવ્યું છે. આજની તારીખે 11 વર્ષના થઇ ગયેલા ટચૂકડા યશે તેની ઉંમર માંડ આઠ વર્ષની હતી ત્યારે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ, એશિયા બુક ઓફ રેકોર્ડસ, યુનિક વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મેળવવાની વિરલ સિદ્ધિ મેળવી લીધી હતી. `ગૂગલ બોય ઓફ કચ્છ'નું સન્માન પ્રાપ્ત કરનારા યશને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકર્ડસ તરફથી `સુપર ટેલેન્ટેડ કિડ' એટલે કે `િવશિષ્ટ પ્રતિભાશાળી બાળક'ના એવોર્ડથી સન્માનિત કરાયો છે. પરિવહનકાર પિતા હિતેશ ગણાત્રા અને તબીબ માતા રક્ષાબેન ગણાત્રા કહે છે કે, ઘણી નાની ઉંમર હતી ત્યારથી જ યશનાં રસ-રુચિ જોઇને અમારા મનમાં ભારે અચરજ થતું. યશે લોકડાઉન દરમ્યાન માર્કેટિંગ, વેબ ડિઝાઇનિંગ, સોશિયલ મીડિયા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાઈકોલોજી, કોવિડ-19 પેન્ડેમિક, સાયન્સ ઓફ?મેડિસીન્સ, ડિજિટલ સ્કિલ્સ એપ ડિઝાઇનિંગ જેવા સ્નાતક કક્ષા પછી થતા વિવિધ?કોર્સ મિશિગન યુનિવર્સિટી, લંડન સ્કૂલ ઓફ?મેડિસીન્સ, ગ્રીફીથ યુનિવર્સિટી, બ્રિટિશ કાઉન્સિલ જેવી પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓમાંથી પૂરા કર્યા છે. આ સમગ્ર કોર્સીસ કરવા માટે ગીતાબેન કિશોરભાઇ કોડરાણીએ યશને પ્રેરણા આપી હતી. દાદા-દાદી શારદાબેન કાંતિભાઇ ગણાત્રા તેમજ સમગ્ર જેરામભાઇ રામજી ગણાત્રા પરિવારના સભ્યો યશને સતત પ્રોત્સાહિત કરતા રહે છે.  ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે પણ ગત વરસે વિશિષ્ટ પ્રતિભારૂપે યશનું સન્માન કરાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer