વાગડમાં ઝડપાયેલા ખનિજના જથ્થાની જાહેર હરાજી થતાં સરકારને 23 લાખની આવક

વાગડમાં ઝડપાયેલા ખનિજના જથ્થાની જાહેર હરાજી થતાં સરકારને 23 લાખની આવક
ગાંધીધામ,તા.2: ખાણ ખનિજ વિભાગ ધ્વારા ભચાઉ અને રાપર તાલુકામાં પકડાયેલા   ગેરકાયદેસર ખનિજના જથ્થાની જાહેર હરાજી  કરાઈ હતી. જેમાં 16,769.8 મે.ટનનાજથ્થાની રૂ.23,83,926ની સરકારને આવક  થઈ હતી.રાપર તાલુકાના  લોદ્રાણી ગામના વિવિધ સર્વે નં. માંથી કુલ.5431.14 તથા રાસાજી ગઢડા ગામના સરકારી ટ્રા.સ માંથી કુલ.2605.28 મે.ટન સાથે કુલે 8036.42 મે.ટન ચાઈના કલે ખનિજ સીઝ કરાયા બાદ રાપર મામલતદાર કચેરી ખાતે હરાજી પ્રક્રિયા હાથ ધરાઈ  હતી. જેમાં રૂ.11,89,631 આવક થઈ હતી. આ ઉપરાંત ભચાઉ તાલુકાના નરા ગામના અલગ-અલગ જમીનમાંથી  પકડાયેલા  ખનિજના  8733.38 મે.ટન  જથ્થાની ભચાઉ મામલતદાર કચેરીમાં થયેલી  હરાજીમાં રૂ.11,94,295 આવક થઈ હતી. જિલ્લા કલેકટરની સૂચના અન્વયે ખાણ અને ખનિજ ભૂસ્તરશાત્રી કચેરીના વડા એ.બી.ઓઝાના માર્ગદર્શનતળે રોયલ્ટી ઈન્સ્પેકટર જે.એમ.પોમલ તથા માઈન્સ સુપરવાઈઝર એસ.જી.લાખણોત્રા, સર્વેયર કે.ડી.ચૌહાણ સહિતના  અધિકારીઓ  હાજર રહ્યા હતા.    

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer