કચ્છ યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ મોકૂફ

ભુજ, તા. 2 : કેન્દ્રના શિક્ષણ વિભાગના દિશાનિર્દેશ અનુસાર રાજ્યના શિક્ષણ વિભાગે પણ તમામ યુનિવર્સિટીમાં પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. જે અન્વયે સત્તાવાર પરિપત્ર બહાર પાડી કચ્છ યુનિવર્સિટીએ પણ 9 જુલાઇથી શરૂ થનારી પરીક્ષાઓ મોકૂફ રાખી દીધી છે.ઇન્ચાર્જ કુલસચિવ ડો. મનીષ પંડયાએ જારી કરેલા પરિપત્રમાં જણાવ્યા અનુસાર સ્નાતક અભ્યાસક્રમમાં જૂની પેટર્નના કોર્સ, અનુસ્નાતક અભ્યાસક્રમ તેમજ એલએલબી સેમેસ્ટર 4-6ની પરીક્ષા લેવાની થતી હતી જે હાલ તુરંત સ્થગિત રાખી દેવાતાં આ પરીક્ષા આપનારા 3000 જેટલા પરીક્ષાર્થીને હાલપૂરતી રાહત મળી છે. પરીક્ષાના નવા કાર્યક્રમની જાહેરાત યુનિવર્સિટીની વેબસાઇટ પર કરવામાં આવશે. નેંધનીય છે કે, કોરોનાની સ્થિતિમાં પરીક્ષા લેવાના નિર્ણય સામે વિરોધનો સૂર ઊઠયો હતો અને પરીક્ષા રદ કરી માસ પ્રમોશનની માંગ કરાઇ હતી. યુનિએ પરીક્ષા લેવાની તમામ તૈયારીઓ કરી લીધી હતી, પણ હવે રાજ્ય સરકારના આદેશથી આ તૈયારીઓ પર બ્રેક લાગી   ગઇ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer