નર્મદાનું પાણી ક્યારે મળશે ?

મુંબઇ, તા. 2 (અમારા પ્રતિનિધિ તરફથી) : નર્મદા કચ્છ પ્રોજેક્ટનું કામ 23 કિ.મી. જેટલું જ બાકી છે. જે જલદી પૂરું કરીને નર્મદાનું ઓવરફલોનું પાણી કચ્છને મળે તેની કચ્છના ખેડૂતો પશુપાલકો, ડેરી ઉદ્યોગકારો કાગડોળે રાહ જોઇ રહ્યા છે.અબડાસા ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટી હિતેન્દ્ર માણેકજી મોતાએ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પાઠવેલા એક પત્રમાં જણાવ્યું છે કે કચ્છ જિલ્લો નર્મદાનાં નીરથી વંચિત છે. 10 વર્ષથી નર્મદાનાં નીર કચ્છ લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. નર્મદાનું ઓવરફલોનું પાણી મળે તો કચ્છની સમસ્યાઓનું સમાધાન થઇ શકે તેમ છે. શ્રી મોતાએ ગુજરાતના વિપક્ષી નેતા પરેશ ધાનાણીનું નિવેદન ટાંકયું છે કે ગુજરાતભરમાં નર્મદાનાં પાણી પહોંચાડવામાં ગુજરાતની ભાજપ સરકાર નિષ્ફળ ગઇ છે. નર્મદા પ્રોજેક્ટનું 85 ટકા કામ નોન ભાજપ સરકારોના કાળમાં થયું છે, નર્મદાનું પાણી દરિયામાં વહી જાય છે, તેને વાળીને કચ્છને કેમ નથી અપાતું, એવો સવાલ વિપક્ષી નેતાએ પૂછયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer