ત્રણથી વધુ સંતાનો હોતાં લુડિયાના સરપંચ ગેરલાયક ઠર્યા

ભુજ, તા. 2 : તાલુકાના લુડિયા ગામના સરપંચને ત્યાં ત્રણથી વધુ બાળકો હોતાં તેમને ગેરલાયક ઠેરવી સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ તાલુકા વિકાસ અધિકારી ભુજ દ્વારા જારી કરવામાં આવ્યો છે. લુડિયાના સરપંચ અબ્દુલ રહેમાન અકબર નોડે વિરુદ્ધ ગામના જ નોડે સોરાબ સિધિકે ફરિયાદ કરી હતી, જેની વિરુદ્ધ તપાસ કરી નિવેદન નોંધવા સહિતની કામગીરી કરાઈ હતી.  ગુજરાત પંચાયત અધિનિયમની 1993ની કલમ 30 (1) મુજબ 3 ઓગસ્ટ 2006 પછી ત્રીજા બાળકનો જન્મ થાય તો પદાધિકારી ગેરલાયક ઠરી શકે છે જે અંતર્ગત આ આદેશ આપવામાં આવ્યો છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer