રાપરમાં આરોગ્યતંત્ર `કોરોના''ની ઝપટે

ગાંધીધામ, તા.2 : રાપર તાલુકામાં તાજેતરમાં આરોગ્ય કર્મચારી સંક્રમિત થયા બાદ આજે રાપરના તબીબ અને બે યુવાનો સહિત  ત્રણ જણ સંક્રમિત થયા હોવાનું બહાર આવતાં ચિંતા પ્રસરી છે.તાલુકા આરોગ્ય અધિકારી ડો. પોલના જણાવ્યા પ્રમાણે રાપરના અયોધ્યાપુરીમાં રહેતા  અને ગૌસ્વામી ક્લિનિક ધરાવતા ડો. દેવેન્દ્ર ગોસ્વામી, અને તાલુકાના બેલા ગામના બે યુવાનો કૃપાલસિંઘ વાઘેલા (ઉ.વ. 26) અને ઘનુભાકિરીટસિંહ વાઘેલા (ઉ.વ. 31)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળતી વિગતો મુજબ ડો. ગોસ્વામીની જિલ્લા બહારની  કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ગત તા. 24ના ભરતસિંહ જાડેજાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે ગત તા. 3 જૂનના તેમની પાસે સારવાર લેવા ગયો હતો.  તબીબ  ગત તા. 21ના અંજારમાં ચિત્રકૂટ  સોસાયટીમાં રહેતા તેમના ભાઈને મળવા અંજાર ગયા હતા. હાલ અંજાર ખાતે ત્રણ જણ તથા તેમના પરિવાર અને હોસ્પિટલ સ્ટાફ સહિત 19 જણને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.બેલામાંરહેતા અને   બાલાસર આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હિતુભા સંક્રમિત થયા બાદ બેલામાં બીજા બે કેસ બહાર આવતાં સરહદી બેલા  ગામમાં  ભારે ચકચાર પ્રસરી  છે.દરમ્યાન આરોગ્યકર્મીના સંપર્કમાં આવેલા 17 જણને ક્વોરેન્ટાઈન કરાયા હોવાનું જાણવા મળ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer