દબાણની ફોજદારી કરનારા સિમેન્ટ એકમના સલામતી અધિકારીને ધમકી

ભુજ, તા. 2 : પશ્ચિમ કચ્છમાં કાર્યરત સાંઘી સિમેન્ટ એકમની લીઝવાળી ખાણની જમીન ઉપર દબાણ કરનારા સામે ફોજદારી કેસ કરવાના મામલે આ સિમેન્ટ એકમના સલામતી અધિકારી વિશ્વંભર શિવાનંદ ઝાને જાનથી મારી નાખવાની ધમકી અપાઇ હોવાનો મામલો પોલીસ દફ્તરે ચડયો છે. શ્રી ઝાએ આજે વાયોર પોલીસ મથકમાં લખપત તાલુકાના જાડવા ગામના શંકર હમીર રબારી સામે આ ગુનો દાખલ કરાવ્યો હતો. જાડવા ગામની સીમમાં આવેલી સિમેન્ટ એકમની લીઝવાળી જમીન ઉપર આરોપી શંકર રબારી દ્વારા દબાણ કરાતાં આ મામલે ભૂતકાળમાં પોલીસ ફરિયાદ કરાઇ હોવાથી તેના અન્વયે ઓફિસમાં આવીને તહોમતદારે આ ધમકી આપી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer