ગાંધીધામના વોર્ડ નંબર આઠ પ્રત્યે ઓરમાયાં વર્તનનો આક્ષેપ

ગાંધીધામ, તા.2 :શહેરમાં વોર્ડ નં.8માં ઓરમાયું વર્તન કરી વિકાસના કામો નથતાં હોવાની રાવ વિપક્ષે મુખ્યમંત્રી સમક્ષ કરી હતી.કચ્છ  જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતી વિભાગના ઉપાધ્યક્ષ અશોક મોહનભાઈ મહેશ્વરીએ  રજૂઆત કરતા પત્રમાં કહ્યંy હતું કે  વોર્ડ નં.8ના વિસ્તારો સાથે ઓરમાયું વર્તન કરાઈ રહ્યું છે.આ મત વિસ્તારના કાઉન્સિલર અને  ધારાસભ્ય દ્વારા તેમના મત વિસ્તાર મુજબના કામો કરવાના હોય છે. જેમાં પણ અમુક જગ્યાએ રોડ-રસ્તા,ગટર જેવાં કામો  કરાયાં નથી. ધારાસભ્ય દ્વારા  ગ્રાન્ટ ફાળવણીમાં પક્ષાપક્ષીનું અંતર રાખીને અમુક વિસ્તારના કામો જ કરાયાં,થયાં હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતે.  નગરપાલિકાની ચૂંટણી હોવાથી ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટમાંથી હાલ કેટલાંક કામો ચાલુ છે. શહેર  વિસ્તારમાં  અમુક રોડ 10-15 વર્ષ ચાલે તેમ  હોવા છતાં આ  રોડને તોડી ફરીથી બનાવાતાં  કોની ગ્રાન્ટનો  ઉપયોગ થઈ રહ્યો છે   તે  નક્કી  થઈ શકતું નથી. ગરીબવર્ગની સુવિધામાં વધારો કરવા માટે ગ્રાન્ટનો ઉપયોગ ન કરી  ગ્રાન્ટોનો દૂર ઉપયોગ થતો હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer