ગાંધીધામમાં 60 પરિવારને નિ:શુલ્ક રોગપ્રતિકારક શક્તિની ગોળી અપાઈ

ગાંધીધામ, તા. 2 : અહીંની ઈન્નરવ્હીલ કલબ દ્વારા યોજાયેલી તબીબી શિબિરમાં 60 જેટલા વિવિધ પરિવારોને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવી ગોળીઓ અપાઈ હતી અને શિબિર દરમ્યાન સરકારની માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરાયું હતું. આ પ્રસંગે નવી પેઢીમાં પણ સામાજિક પ્રવૃત્તિઓ પ્રત્યે પ્રેમ અને સેવાભાવના બની રહે તે માટે પ્રમુખ નીતા નિહાલાણી અને સમિતિએ ઈન્નરવ્હીલ યંગ જનરેશન કલબની જાહેરાત પણ કરી હતી, જેમાં દિવ્યા ગોયલ અને મહિમા ચારણ ઉપસ્થિત રહ્યા હતા. વિતરિત ગોળીઓનો ઉપયોગ કઈ રીતે કરવો તેનું નિર્દેશન પણ કરાયું હતું. આ પ્રસંગે રોટરી પ્રમુખ જગદીશ નાહટા, ઈન્નરવ્હીલના હોદ્દેદારો સીમા સિંઘવી, રાખી નાહટા, પૂજા ઠક્કર, પૂર્વ પ્રમુખ મીનું ગોયલ તથા અન્યો ઉપસ્થિત રહી કોવિડ-19 સામેના જંગમાં એક સંપ થઈ સરકારી નિર્દેશોના પાલનની લાગણી વ્યક્ત કરી હતી. આભારવિધિ નીતા નિહાલાણીએ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer