આવતા મહિને મળશે રાફેલ વિમાનની ડિલિવરી

નવી દિલ્હી, તા. 29 : રાફેલ વિમાનને લઈને એક મહત્વના અહેવાલ સામે આવ્યા છે. ફ્રાન્સથી 6 રાફેલ વિમાન જુલાઈ મહિનામાં અંબાલા પહોંચી જશે. પહેલા આ વિમાન મે મહિનામાં પહોંચવાના હતા. જો કે પહેલા 4 વિમાન પહોંચવાના હતા પણ હવે 6 આવશે. ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઈમૈનુએલ લેનિને કહ્યું હતું કે, ભારતને 36 રાફેલ યુદ્ધ વિમાનની આપૂર્તિમાં કોઈ વિલંબ થશે નહી અને જે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે તેનું કડકાઈથી પાલન કરવામાં આવશે. ભારતે ફ્રાન્સ સાથે સપ્ટેમ્બર 2016માં 36 રાફેલ યુદ્ધવિમાનની ખરીદી માટે અંદાજીત 58000 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. લેનિને કહ્યું હતું કે, રાફેલ વિમાનની આપૂર્તિના સમયનું યોગ્ય રીતે સન્માન કરવામાં આવી રહ્યું છે અને કરાર મુજબ એપ્રિલ મહિનાના અંતમાં ભારતીય વાયુસેનાને એક નવું વિમાન સોંપી પણ દેવાયું છે.રક્ષા મંત્રી રાજનાથ સિંહે આઠ ઓક્ટોબરના રોજ ફ્રાન્સમાં એક હવાઈ મથકે પહેલું રાફેલ જેટ મેળવ્યું હતું. રાજદૂતે કહ્યું હતું કે, ભારતીય વાયુસેનાની પહેલા ચાર વિમાનોને ઝડપથી ભારત પહોંચાડવાના પ્રયાસોમાં ફ્રાન્સ મદદ કરી રહ્યું છે એટલે સમયસીમાના પાલન અંગે કોઈ ક્યાશ કાઢવાની જરૂરિયાત રહેતી નથી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer