અદાલતોને વર્ચ્યુઅલ કામગીરી વધારવા હાઇકોર્ટનો આદેશ

અમદાવાદ, તા. 29 (અમારા પ્રતિનિધિ તરફથી) : નીચલી કોર્ટના જજીસ માટે ત્રણ મહિનાનું વેકેશન 1લી જુલાઇએ પૂરું થવા જઇ રહ્યું છે. ગુજરાત હાઇકોર્ટે દરેક કોર્ટના પ્રિન્સિપાલ જજીસને વધુને વધુ શક્ય કામ હાથ ધરવા માટે ફરજ પર વધુ જ્યુડિશિયલ અધિકારીઓને મૂકવા માટે જણાવ્યું છે. જોકે કોર્ટસમાં ફિઝિકલ કામગીરી શરૂ થાય તેવી સ્થિતિમાં નહીં હોવાથી અને જજીસને કોવિડ-19ની પરિસ્થિતિમાં બીજો હુકમ ન આપવામાં આવે ત્યાં સુધી ન્યાયીક કાર્યો ફક્ત વીડિયો કોન્ફરન્સિંગથી જ કરવાની સૂચના આપવામાં આવી છે. કોર્ટ્સમાં સ્થગિત થઇ ગયેલા કાર્યોથી અવગત હાઇકોર્ટના પરિપત્રમાં જણાવ્યું હતું કે, `કાર્ય વિના જ્યુડિશિયલ અધિકારીઓની વધુ રજાની સ્થિતિને દૂર કરવા માટે શક્ય હોય ત્યાં સુધી કોર્ટ્સની વર્ચ્યુઅલ કામગીરીના વ્યાપમાં વધારો કરીને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ભલે અરજન્ટ ન હોય તેવી બાબતોનો પણ નિકાલ લાવવાનો રહેશે.' વિવિધ બાર સંગઠનો જ્યુડિશિયરી પર ખુલ્લી કોર્ટ માટેનું અને ફિઝિકલી કાર્ય કરવા માટે એવો દાવો કરીને દબાણ કરી રહ્યા છે કે રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું ત્યારથી મોટા ભાગના વકીલો બેકાર થઇ ગયા છે અને કોર્ટ્સ 25 માર્ચના રોજ બંધ કરી દેવામાં આવી હતી. ધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે દબાણ હેઠળ ચાલુ મહિનાના પ્રારંભમાં વકીલોને અન્ય વ્યવસાય કરવા દેવાની છૂટ આપવી જોઇએ તેવું નક્કી કર્યું હતું. જોકે કાયદો તેની પરવાનગી આપતો નથી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer