રંગભેદ વિરોધી ચળવળનાં સમર્થનમાં કેરેબિયન ખેલાડીઓ

લંડન, તા. 29 : ઇંગ્લેન્ડ વિરુદ્ધની ત્રણ ટેસ્ટની સિરિઝમાં વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર્સ રંગભેદ વિરોધી વિશ્વવ્યાપી ચળવળને ટેકો આપવાના ભાગરૂપે `બ્લેક લાઇવ્સ મેટર'ના લોગો ધરાવતા ટી-શર્ટ પહેરીને રમશે. આઇસીસીએ કેરેબિયન ક્રિકેટરોના આ માટે મંજૂરી આપી છે. કોરોના મહામારી વચ્ચે લગભગ 100 દિવસ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થઇ છે. બન્ને દેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટનો આરંભ 8 જુલાઇથી સાઉથમ્પટન ખાતે થશે. અમેરિકાના અશ્વેત નાગરિક જોર્જ ફલોયડના પોલીસના હાથે અમાનવીય મોત બાદથી વિશ્વભરમાં રંગભેદ સામેના વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. જેમાં અમેરિકા અને બ્રિટનમાં તો આ પ્રદર્શન હિંસક બન્યા હતા. રંગભેદનો ખેલજગતમાં પણ વ્યાપક વિરોધ શરૂ થયો છે. ક્રિકેટમાં પણ વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલ, ડેરેન સેમી, ડવેન બ્રાવો અને વર્તમાન કેપ્ટન જેસાન હોલ્ડરે રંગભેદ ટિપ્પણી પર કડક સજાની માંગ કરી છે. આ મુદે હોલ્ડરે કહ્યંy છે કે મજબૂત લોકો સામે અવાજ ઉઠાવવો અમારી ફરજ છે. ક્રિકેટ અને વેસ્ટ ઇન્ડિઝની ટીમના ઇતિહાસમાં આ એક મોટું પરિવર્તન છે. અમે વિશ્વમાં ચાલી રહેલ સમાનતા અને ન્યાયની લડતને સમર્થન આપી રહ્યા છીએ. જેના ભાગરૂપે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં બ્લેક લાઇવ્સ મેટર લોગોવાળા ટી-શર્ટ પહેરશું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer