સ્વસ્થ શહેર માટે સ્વચ્છતા રાખવા શહેરીજનોને અપીલ

સ્વસ્થ શહેર માટે સ્વચ્છતા  રાખવા શહેરીજનોને અપીલ
ભુજ, તા. 29 : રાજ્યમાં મલેરિયામુક્ત ગુજરાતની શરૂઆત થઈ છે ત્યારે મચ્છર ઉત્પત્તિ સ્થાનોની નાબૂદી અનિવાર્ય છે. ભુજ નગરપાલિકા તેમજ અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં મચ્છર ઉત્પત્તિના સ્થળોની નાબૂદી માટે કામગીરી હાથ ધરી સ્વસ્થ શહેર માટે સ્વચ્છતા રાખવા લોકોને અપીલ કરી હતી. એસ.ટી. મંત્રાલયમાં જે જગ્યાએ ટાયરો રખાયા હતા તે તમામમાં બળેલા ઓઈલનો છંટકાવ કરાયો હતો. એસ.ટી. વિભાગના અધિકારીના માર્ગદર્શન દ્વારા દવા છંટકાવ બાદ ટાયરમાં પાણી ન ભરાય તે માટે તાલપત્રીથી ઢાંકવામાં આવે છે. પેરાડોમેસ્ટિક કામગીરીમાં પાણીના 30થી વધારે નાળાંને ચેક કરાયા હતા. જે નાળાંમાં પાણીનો ભરાવો હતો તેમાં દવા છંટકાવ કરાઈ હતી. આ ઉપરાંત શહેરીજનોને વિનંતી કરાઈ હતી કે ઘરના પાણીના પાત્રો ઢાંકણાથી બંધ રાખવા, અઠવાડિયે એકવાર પક્ષીકુંજ ઘસીને સાફ કરવા, અગાસી ઉપર કે અન્ય જગ્યાએ ભંગારના ડબલાં, નકામા ટાયર કે અન્ય ભંગારનો નિકાલ કરવો, ફ્રીઝ પાછળની ટ્રે. વિ. સાફ કર્યા બાદ સૂકવીને તેનો ઉપયોગ કરવો. પૂરેપૂરું શરીર ઢંકાય તે રીતે કપડાં પહેરવાં, વહેલી સવારે તેમજ સાંજના સમયે ઘરના બારી-બારણા એક કલાક માટે બંધ રાખવા. આ કામગીરી અર્બન હેલ્થ સેન્ટર તેમજ ભુજ નગરપાલિકા દ્વારા કરાઈ હતી. આ માટે જિલ્લા પંચાયતના ડો. કુર્મી તેમજ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી બોડાત, સહકર્મચારીઓ રાજેશ જેઠી, શિવદત્તસિંહજી, અતુલભાઈ, કિશોરભાઈ, કાસમભાઈ, કલ્પેશભાઈ સહાયભૂત થયા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer