કચ્છમાં 83 હજાર હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર

ભુજ, તા. 29 : કચ્છમાં 83434 હેકટરમાં ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કર્યું છે. જેમાં સૌથી વધુ 43422 હેકટરમાં કપાસ, ઉપરાંત બાજરી, મગફળી, ગુવાર, જુવાર, શાકભાજી અને ઘાસચારાનો પાક લેવામાં આવ્યો છે. જિલ્લા ખેતીવાડી શાખામાંથી પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લાના ખેડૂતોએ ચાલુ સિઝનમાં ખરીફ પાકમાં સૌથી વધુ કપાસનું વાવેતર કર્યું છે, જેમાં અબડાસામાં 10,142 હેકટર, અંજાર 5400, ભચાઉ 3500, ભુજ 9042, માંડવી 5352, મુંદરા 1811, નખત્રાણા 5130, રાપર 2815, લખપતમાં 160 અને સૌથી ઓછું ગાંધીધામમાં 70 હેકટરમાં કપાસ વવાયું છે. મગફળીની વાત કરીએ તો સૌથી વધુ નખત્રાણામાં 2624 હેકટર, ભચાઉ 1800, માંડવી 1795, ભુજ 1439, અંજાર 1055, રાપર 980 અને મુંદરા 198 તથા અબડાસામાં પ7 હેકટરે વાવેતર થયું છે, તો રાપરમાં 4460 અને અંજારમાં 380 અને ગાંધીધામ તથા મુંદરામાં અનુક્રમે 1પ અને 12 હેક્ટરે ગુવારનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 3684 હેક્ટરમાં શાકભાજી, 3475માં બાજરી, 3283 હેકટરે મગ, 2307માં તલ, 10120 જુવાર, 230માં મીંઢિયાવડ, 61પમાં મઠ, અડદ અને શેરડી 40 અને 30 હેકટર અને 11પ33 હેકટરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે. જો કે કચ્છમાં ચોમાસું વિધિવત બેઠું નથી તેથી ખેડૂતો એકાદ વરસાદની રાહ જોઈ બેઠા છે. જો સમયસર વરસાદનો એકાદ રાઉન્ડ પડી જાય તો મગ, દિવેલા, મગફળી અને ઘાસચારો તથા ગુવારનું વાવેતર કરશે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer