માખેલ ટોલનાકા પાસે ટ્રેઈલરમાં આગ ભભૂકી

ગાંધીધામ, તા. 29 : રાપર તાલુકાના માખેલ ટોલનાકા પાસે ટ્રેઈલરમાં આગ લાગતાં આ વાહનની કેબિન સળગીને ખાખ થઈ ગઈ હતી. માખેલ નજીક ટોલનાકા પાસે આજે સવારે 9.30ના અરસામાં આ બનાવ બન્યો હતો. રાજસ્થાનના બાડમેરથી ટ્રેઈલર નંબર આરજે- 09- જીએ-8123વાળું નીકળ્યું હતું. ટ્રેઈલરમાં કન્ટેનર ભરીને તેનો ચાલક મુંદરા બાજુ આવવાનો હતો. માખેલ ટોલનાકા પાસે આ વાહન ઊભું હતું તે દરમ્યાન શોર્ટ સર્કિટના કારણે અચાનક આ વાહનમાં આગ લાગી હતી, જેના કારણે આખી કેબિન સળગીને ખાખ થઈ ગઈ હતી. આગના આ બનાવામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પોલીસે આ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer