સેમ-4ની બાકી પરીક્ષાના ગુણ માર્ગદર્શિકા મુજબ

ભુજ, તા. 29 : કોરોના મહામારીના કારણે અન્ય યુનિવર્સિટીઓની સાથે કચ્છ યુનિવર્સિટી દ્વારા પણ સ્નાતક સ્તરની સેમેસ્ટર-4ની બાકી રહેતી પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી જેમાં હવે ગુણની ગણતરી કઇ રીતે કરવામાં આવશે તેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ સાથે બાકી રહેતી પરીક્ષાઓ માટે આ ગણતરી મુજબ યુનિવર્સિટી દ્વારા પરિણામ જાહેર કરવામાં આવશે જ્યારે બી.એડ. પ્રવેશ બાબતે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાલ અનુસ્નાતક કોર્સની પરીક્ષાના-પરિણામ બાકી હોવાથી બી.એડ. પ્રવેશ માટે વધારાની તક અપાશે. યુનિવર્સિટીએ માધ્યમો માટે બહાર પાડેલી માર્ગદર્શિકાની વિગતો મુજબ મેરિટ બેઇઝ્ડ પ્રોગ્રેસન સિસ્ટમ યોજના હેઠળના પરિણામો માટેની માર્ગદર્શિકા તૈયાર કરાઇ છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા સરકારના શિક્ષણ વિભાગના કોવિડ-19 અંતર્ગત બહાર પડાયેલી ગાઇડલાઇન તથા પરિપત્ર મુજબ યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર-ચારની બાકી રહેતી સ્નાતક કક્ષાની રેગ્યુલર - રિપીટર તથા એક્સટર્નલ - રિપીટર અભ્યાસક્રમોની પરીક્ષાઓ માટે આ રીતે ગણતરી થશે. રેગ્યુલર - રિપીટર અભ્યાસક્રમને સંબધ છે ત્યાં સુધી સેમેસ્ટર-3ના એસ.જી.પી.એ.ના 50 ટકા કોમ્પોનેન્ટનો સમાવેશ કરવામાં આવશે. સેમેસ્ટર-4ના આંતરિક ગુણમાંથી અન્ય 50?ટકા કોમ્પોનેન્ટ. કુલમાંથી સેમેસ્ટર-4ના આંતરિક ગુણ બાદ કરતાં યુનિવર્સિટી પરીક્ષાનો કોમ્પોનેન્ટ ગણવામાં આવશે. જો વિદ્યાર્થી સેમેસ્ટર-3માં તમામ વિષયમાં ગેરહાજર હશે તો સેમેસ્ટર-4ની પરીક્ષા આપવાની રહેશે. બીજીબાજુ, એક્સટર્નલ -રિપીટર અભ્યાસક્રમમાં આંતરિક પરીક્ષાઓ ન હોવાને કારણે તેમના પેપરદીઠ સેમેસ્ટર-3ના ગુણ સેમેસ્ટર-4માં કેરીફોરવર્ડ કરવામાં આવશે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer