રાપર ખેતીવાડી બજાર સમિતિના રાયડાની ખરીદી શરૂ થતાં ખુશી

રાપર ખેતીવાડી બજાર સમિતિના રાયડાની ખરીદી શરૂ થતાં ખુશી
રાપર, તા. 4 : રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં રાયડાનું ટેકાના ભાવે ખરીદીનું કેન્દ્ર શરૂ કરાતાં ખેડૂતોમાં ખુશીની લાગણી  ફેલાઇ છે. રાપર પંથકમાં ખરીદી કરવા કોઇ તૈયાર નહતું ત્યારે ખેડૂતોને ભુજ કે ભચાઉ કેન્દ્રમાં વેચાણ અર્થે જવું પડતું હતું. સ્થાનિક કેન્દ્ર ફાળવવામાં ચુસ્ત નિયમપાલન સાથે રાયડાની ખરીદી કરાઇ હતી. રાપર એપીએમસીના ડાયરેકટર અને કાઉન્સેલર શૈલેશ શાહના પ્રયાસથી મારુતિ ખરીદ-વેચાણ માંડવીના પ્રમુખ વિકાસ શાહ દ્વારા નાફેડના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરાઇ હતી. જેને પગલે રાયડાની ખરીદીની વ્યવસ્થા શરૂ કરાઇ છે. શ્રી પટેલ, ચંદુલાલ દોશી, એ.પી.એમ.સી.ના મંત્રી શંકરલાલ પૂજારા, નૈતિક દોશી, પ્રતીક પટેલ, શ્રી ભરવાડ વગેરે સહયોગી બન્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer