કંડલા (એ) 40.7 ડિગ્રીએ રાજ્યમાં સર્વાધિક તપ્યું

ભુજ, તા. 4 : નિસર્ગની અસર તળે ગઈકાલે જિલ્લામથક ભુજ સહિતના સ્થળે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. તો આજે પણ કેટલાક સ્થળે ઝાપટાં વરસ્યા હોવાના અહેવાલ વચ્ચે કંડલા (એ) કેન્દ્ર 40.7 ડિગ્રી સાથે રાજ્યમાં સર્વાધિક તપ્યું હતું. રણકાંધીના ખાવડામાં પણ પારો 40 ડિગ્રીએ અટક્યો હતો. જિલ્લામથક ભુજમાં પારો બે ડિગ્રીના ઘટાડા સાથે  39.4 ડિગ્રીએ અટક્યો હતો. તાપની સાથે બફારાથી લોકો રીતસરના અકળાઈ ઊઠયા હતા. હવામાન વિભાગે આગામી થોડા દિવસો સુધી વાતાવરણમાં મોટા ફેરફાર થવાની સંભાવનાને નકારી વાતાવરણ સૂકું રહેવાની શક્યતા દર્શાવી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer