ગાંધીધામમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા હોમિયોપેથી દવા અપાઈ

ગાંધીધામ,તા. 4 : અહીંના મારવાડી યુવા મંચ અને માયુમ જાગૃતિ શાખા દ્વારા ગાંધીધામ નગરપાલિકાના સહકારથી લોકોની રોગપ્રતિકારક શકિત વધારાવા માટે વિનામૂલ્યે હોમિયોપેથિક દવા વિતરણ કરાઈ હતી. કોરોના મહામારીથી બચવા તથા માનવી શરીરની રોગપ્રતિકારક શકિત વધારવા માટેની હોમિયોપેથિક આર્સેનિક આલ્બમ દવા અંદાજિત  1 હજાર લોકોને અપાઈ હતી.આ વેળાએ સુધરાઈ પ્રમુખ કાનજી ભાઈ ભર્યા, શહેર ભાજપ પ્રમુખ પુનિત દુધરેજિયા, જીવન આસ્થા ક્લિનિકના ડો. સુનિતા દેવનાની હાજર રહ્યા હતા. સંસ્થા દ્વારા સ્મૃતિચિહ્ન આપી અતિથિઓનું સન્માન કરાયું હતું.આયોજનને સફળ બનાવવા માટે મંચના પ્રમુખ શૈલેન્દ્ર જૈન, પારસ જોયા, પૂર્વ પ્રમુખ નંદલાલ ગોયેલ, જિતેન્દ્ર જૈન (શેઠિયા), ઉપપ્રમુખ સંદીપ બાગરેચા, જાગૃતિ શાખાના પ્રમુખ જયોતિ જૈન, મંત્રી રાજુલ જૈન, ઉપપ્રમુખ સુધા શાહ, સહમંત્રી રેખા જૈન, પાયલ બિંદલ સહિતનાએ સહકાર આપ્યો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer