રાપર તાલુકાના કલ્યાણપરમાં આગના છમકલાથી દોડધામ

રાપર તાલુકાના કલ્યાણપરમાં આગના છમકલાથી દોડધામ
રાપર, તા. 2 : તાલુકાના કલ્યાણપર નજીક પડતર જમીનમાં આગનું છમકલું થયું હતું. જો કે, ફાયરબ્રિગેડના સ્ટાફે ત્યાં ધસી જઇને આગ બુઝાવી હતી. ગામની અંગ્રેજી માધ્યમની સ્કૂલ નજીકની પડતર જમીનમાં આજે અગમ્ય કારણોસર આગ લાગી હતી. દરમ્યાન ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર અધિકારી કિશોર ઠક્કર તેમજ સ્ટાફ ઘટના સ્થળે ધસી ગયો હતો અને આગ કાબૂમાં લઇ લીધી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer