ભુજ સ્વામિ. મંદિરમાં 25 હજાર માસ્ક અપાયા

ભુજ સ્વામિ. મંદિરમાં 25 હજાર માસ્ક અપાયા
ભુજ, તા. 1 : `તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ કચ્છ જિલ્લા ભાજપના મંત્રી તથા ભુજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશ હિંમતલાલ ખંડોર દ્વારા ભુજ શહેરમાં 1 લાખ માસ્ક વિતરણ કરવા અંતર્ગત ભુજ સ્વામિનારાયણ મંદિરમાં ભુજના વિવિધ સમાજોને માસ્ક વિતરણ કરવા અર્પણ કરાવામાં આવ્યા હતા. સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદનદાસજી સ્વામી, કોઠારી જાદવજી ભગત, પ્રેમપ્રકાશદાસજી સ્વામી, કોઠારી સુખદેવદાસ સ્વામીના હસ્તે વિવિધ સમાજના પ્રમુખ તથા હોદ્દેદારોને 25000 માસ્ક અર્પણ કરાવામાં આવ્યા હતા આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી તેમજ ભુજ તાલુકા ભાજપના પ્રમુખ ધનજીભાઈ ભુવા ઉપસ્થિત રહ્યા હતા. ગોકુલા ચેરિટેબલ ટ્રસ્ટના કે.કે. હીરાણ, નવીનભાઈ પાંચાણી તેમજ શાંતિ નિકેતન ફાઉન્ડેશનના નીરવભાઈ શાહનો સહયોગ મળ્યો હતો. આ અભિયાનમાં કે.ડી.સી.સી. બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવીએ 5000 માસ્ક આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરે કમલેશભાઈ સંઘવી, કમલભાઈ મહેતા, ભાનુશાલી સમાજના પ્રમુખ શંભુભાઈ નંદા, પ્રફુલ્લભાઈ ગજરા, ક્ષત્રિય સમાજના જોરુભા રાઠોડ, મહેશ્વરી સમાજના ઈશ્વરભાઈ પરમાર, સમસ્ત બ્રહ્મસમાજના સુરેશભાઈ જોશી, ભરતભાઈ ગોર, હરેશભાઈ ભટ્ટ, શરદભાઈ ઠાકર, જેઠી સમાજ ભુજના પ્રમુખ પુષ્કરભાઈ જેઠી, મંત્રી કિશોરભાઈ જેઠી, ઉલ્પેશભાઈ જેઠી, સુથાર સમાજના પ્રમુખ કૈલાસભાઈ પઢારિયા, લેઉવા પટેલ સમાજના નવીનભાઈ પાંચાણી, ધનજીભાઈ ભુવા, લોહાણા મહાજન ભુજના પ્રમુખ કિરણભાઈ ગણાત્રા, મારૂ કંસારા સોની સમાજના પ્રમુખ હિતેશભાઈ પ્રભુદાસ સોની, મંત્રી મહેશભાઈ કંસારા, વડનગરા નાગર જ્ઞાતિ ભુજના પ્રમુખ અતુલભાઈ મહેતા, ગઢવી સમાજના ડો. રામભાઈ ગઢવી, કડવા પાટીદાર સમાજના ગંગારામભાઈ પટેલ, કિરીટભાઈ ભગત વગેરે આગેવાનોને માસ્ક અપાયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer