ધ્રોબાણા ગામની સીમમાં ગેરકાયદે ખનિજની હેરાફેરી કરતો શખ્સ જબ્બે

ધ્રોબાણા ગામની સીમમાં ગેરકાયદે  ખનિજની હેરાફેરી કરતો શખ્સ જબ્બે
ગાંધીધામ, તા. 1 : ભુજ તાલુકાનાં ધ્રોબાણા ગામમાં પોલીસે ગેરકાયદે રીતે ખનિજ વહન કરતા એક શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે ખાવડા પોલીસે આજે સાંજના અરસામાં આ કાર્યવાહી કરી હતી. આરોપી સુલેમાન હુસેન સમા જી.જે.12 ડી.એસ. 0759 નંબરનું ટ્રેકટર લઈને પસાર થયો હતે. તેને રોકીને પોલીસે તપાસ કરી હતી. ટ્રેકટરમાં ભરેલી રેતી અંગે પૂછપરછ કરતાં તેના રોયલ્ટી પાસ આરોપી પાસે ન હતાં. પૂછપરછ દરમ્યાન ધ્રોબાણા ગામની ઉત્તર તરફ આવેલી નદીમાંથી રેતી ભરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે નદીમાંથી કેટલી માત્રામાં ખનિજ ચોરી થઈ છે તે બાબતે સર્વે કરી કાયદેસરની કાર્યવાહી કરવા ભૂસ્તરશાત્રી કચેરીને રિપોર્ટ કર્યો છે. આ કાર્યવાહીમાં ખાવડા પી.એસ.આઈ. પરાક્રમસિંહ કછવાહા, જિતેન્દ્ર અભુજી ઠાકોર, પોલીસ પગી રાયબજી રામસંગજી સોઢા અને સ્ટાફના લોકો જોડાયા હતા. ટ્રેકટર અને દોઢ ટન રેતીનો જથ્થો કબ્જે કરાયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer