ભુજ તાલુકા પંચાયતના છ કરોડના વિવિધ વિકાસકામો પુન: ધમધમ્યા

ભુજ, તા. 1 : 604 લાખના ખર્ચે વિવિધ વિકાસકામોનો ભુજ તાલુકામાં આરંભ થયો હતો તે લોકડાઉનના કારણે થંભી ગયા, હવે પુન: ધમધમવા લાગ્યા છે. ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ હરીશભાઇ ભંડેરી અને તાલુકા વિકાસ અધિકારી શૈલેશભાઇ રાઠોડે જણાવ્યું કે, વચ્ચે બંધ રહ્યા છતાં આ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરાશે. ચાલતા વિવિધ કામો અંગે વિગતો આપતાં જણાવ્યું કે, 15 ટકા વિવેકાધીન યોજના હેઠળ 32 કામ જે અંદાજિત રૂા. 49 લાખના, ધારાસભ્યની ગ્રાંટમાંથી 17 કામો 23 લાખના, સંસદસભ્યની ગ્રાંટમાંથી 11 કામો અંદાજિત રૂા. 22 લાખના, જિ.પં. સ્ટેમ્પ ડયુટીના 20 કામો અંદાજિત રૂા. 40 લાખના, રોયલ્ટીના 11 કામો 15 લાખના, રાષ્ટ્રીય પર્વ ઉજવણી ગ્રાંટમાંથી એક કામ પાંચ લાખનું, એટીવીટી ગ્રાંટમાંથી 26 કામ 50 લાખના ટેન્ડર મંજૂર કરાયા છે. સૌથી વધારે 200 કામો 14મા નાણાપંચના રૂા. ચાર કરોડના ખર્ચે ચાલુ કરાયાં છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer