મુંબઈના સદગૃહસ્થ પરિવાર દ્વારા જરૂરિયાતમંદોને રોકડ સહાય

ભુજ, તા. 1 : મુંબઈના શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપના સહયોગે મુંબઈના નામ ન આપનાર સદગૃહસ્થ પરિવાર દ્વારા કોરોના મહામારીના કારણે મુશ્કેલીમાં મુકાયેલા જરૂરિયાતમંદ જૈન પરિવારોને રોકડ આર્થિક સહાય કરવામાં આવી હતી. વર્તમાન પરિસ્થિતિમાં ગ્રુપના અધ્યક્ષ જયેશભાઈ જૈન, ઉપાધ્યક્ષ ગોવિંદજી પટેલ અને પ્રવીણભાઈ લોડાયાનાં માર્ગદર્શન હેઠળ સમાજના જરૂરતમંદ પરિવારોનો સર્વે કરાવી બે જણના પરિવારનાં ખાતાંમાં રૂા. 2200, 4 જણને રૂા. 2700, તેનાથી વધુની સંખ્યા ધરાવતા પરિવારોને રૂા. 3200ના હિસાબે તેમનાં ખાતાંમાં ઓનલાઈન જમા કરાવાયા હતા. જેમાં મુંબઈના 354 અને કચ્છના 135 પરિવારનો સમાવેશ કરાયો હતો. આ દાતા પરિવારે પોતાનું નામ ગુપ્ત રાખવા જણાવાયું હતું. ભારતીબેન ભાગચંદ દામજી જૈન ચેરિટેબલ ટ્રસ્ટનાં માધ્યમથી બેન્ક એકાઉન્ટમાં રોકડ રકમ જમા કરાવાઈ હતી. ગ્રુપ દ્વારા પ્રથમ ચરણમાં અનાજ-મસાલા સહિતની કિટનું વિતરણ કરાયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer