નખત્રાણા તાલુકામાં 7.41 કરોડના ખર્ચે વિવિધ માર્ગો નવા વાઘા સજશે

નખત્રાણા, તા. 1 : તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારને એકમેકને મુખ્ય માર્ગો સાથે જોડતા રસ્તાઓની વરસો જૂની માગણીના કામો મંજૂર થઇ શરૂ થતાં જે તે વિસ્તારના લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. મુખ્ય મંત્રી સડક યોજના અંતર્ગત અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોને મુખ્ય માર્ગો સાથે જોડવાના અભિયાનના ભાગરૂપે અબડાસા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા સૂચવાયેલા વિવિધ રસ્તાઓના કામો પૈકી રૂા. 7.41 કરોડના કામો હયાત જૂના નોન-પ્લાન્ટ રસ્તા જેને ડામર થયે 10 વરસ થયા હોય તેવાં રસ્તાને ડામર રિસરફેસિંગનું કામ અમુક નવા માર્ગ સહિતના કામો મંજૂર થયા તે પૈકીના અમુક પૂર્ણ થયા છે. નખત્રાણા તા.ના સડક યોજનાના સુપરવાઇઝર શ્રી મહેશ્વરીએ આપેલી માહિતી મુજબ નિરોણા અમૃત ફાર્મ રોડ 3 કિ.મી. માર્ગ, ભડલીથી નથ્થરકુઇ 5.8 કિ.મી. માર્ગ, સાંગનારા એપ્રોચ રોડ ચાર કિ.મી., જડોદર ચાર કિ.મી. માર્ગ, રતાડિયાથી આમારા ચાર કિ.મી. માર્ગ, થાન જાગીરનો ચાર કિ.મી. માર્ગ, સાંયરાથી સુખસાણ એપ્રોચ 4.7 કિ.મી., ભડલીથી થરાવડા કોટડા પાંચ કિ.મી., મોટી વિરાણીથી જતાવીરા, છારી ફુલાય, વેડહાર બાવીસ કિ.મી., ચન્દ્રનગર બિબ્બર વચ્ચે ત્રિપુરારિ મહાદેવ મંદિરને મુખ્ય માર્ગને જોડતો 1.8 કિ.મી. નવો રોડ તેમજ રામપર (રોહા)થી બાલાચોડ વચ્ચે ફોટ મહાદેવને જોડતો ચાર કિ.મી. નવો રોડ, ખાંભલા વાંકોલ માતાજી 1.8 કિ.મી. એપ્રોચ રોડ, ઉલટથી થરાવડા 6.5 કિ.મી. માર્ગનો સમાવેશ થાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer