આદિપુરમાં કુંડાળું વાળી જુગાર રમતી આઠ મહિલા ઝડપાઈ

ગાંધીધામ, તા. 1 : આદિપુરના મણિનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમનારી 8 મહિલાઓની ધરપકડ કરી પોલીસે રોકડા રૂા. 11,200 જપ્ત કર્યા હતા. આદિપુરના મણિનગરમાં આવેલા શકીનાબેન ઉંમર સુરંગીના ઘર પાસે મહિલાઓ ગોળ કુંડાળુંવાળી જુગાર રમતી હતી, ત્યારે પોલીસ ત્રાટકી હતી. ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતી શકીનાબેન સુરંગી, જેનાબેન રમજુ માલક, મીનાબેન દિનેશ વાળંદ, ડાઈબેન નાનજી પ્રજાપતિ, કેસરબેન હીરજી સથવારા, નેણબાઈ ભરત મહેશ્વરી, દેવલબેન પ્રેમજી બગડા અને સલમાબેન અનવર સાટી નામની મહિલાઓની પોલીસે ધરપકડ કરી હતી. આજે સમી સાંજની આ કાર્યવાહી દરમ્યાન આ ખેલી મહિલાઓ પાસેથી રોકડા રૂા. 11,200 હસ્તગત કરવામાં આવ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer