વોંધના ખેતરમાં બનેલું મકાન બે જણે તોડી નાખ્યું !

ગાંધીધામ, તા. 1 : ભચાઉ તાલુકાના વોંધ ગામની સીમમાં આવેલું ખેતર હડપ કરવા બે ભાઈઓએ આ ખેતરમાં રહેલું મકાન તોડી પાડતાં બંને વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. વોંધ ગામના હનુમાનવાસમાં રહેતા આમદ અયુબ સુમાર માંજોઠીએ ગામના ધરમશી રૂપા ચામરિયા અને રાજા રૂપા ચામરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી મુંબઈ રહે છે. હાલમાં થોડાક મહિનાથી અહીં આવ્યા છે. આ આરોપીઓનું ખેતર બાજુમાં જ છે તેમજ તેમને ફરિયાદીનું ખેતર લેવું છે પણ ફરિયાદીએ ના પાડતાં આ બંને ભાઈઓએ કોઈ સાધન વડે ખેતરમાં આવેલું મકાન તોડી પાડી ફરિયાદીને રૂા. 3 લાખનું નુકસાન પહોંચાડયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓએ અગાઉ આ ખેતરના માલિકી હક્ક માટે કલેક્ટર કચેરીમાં દાવો પણ કર્યો હતો, પરંતુ ત્યાં પણ આ ફરિયાદીની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer