ખાનગીકરણના વિરોધમાં વીજકર્મીઓ આજે કાળી પટ્ટી ધારણ કરશે

ભુજ, તા. 31 : વીજક્ષેત્રના ખાનગીકરણની પ્રક્રિયાનો વિરોધ કરવા માટે આજે કચ્છ સહિત સમગ્ર દેશના 15 લાખથી વધુ વીજકર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવા સાથે ખાનગીકરણથી થનારા ગેરફાયદાઓ અંગે જાગૃતિ લાવવાનું કાર્ય કરશે. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સિનિયર જનરલ સેક્રેટરી બળદેવ પટેલ અને જી.ઈ.બી. એન્જિનીયર્સ એસો.ના જનરલ સેક્રેટરી બી.એમ. શાહની એક યાદીમાં જણાવ્યા અનુસાર ભારત સરકારના ઊર્જા વિભાગના ઈલેક્ટ્રીસિટી એમેન્ડેન્ટ બિલ નોટિફાય કરાયું તેનો વિરોધ થઈ રહ્યો છે. ખાનગીકરણની પ્રક્રિયામાં ગ્રાહકોને ભોગે નુકસાની જ સહન કરવાનો વારો આવશે. ખાનગી કંપની દ્વારા અવાર-નવાર ટેરિફમાં વધારો કરાતો હોવાના લીધે બોજ ગ્ર્રાહકો પર લદાતો હોવાનો યાદીમાં ઉલ્લેખ કરાયો છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer