કચ્છી સાહિત્યકારો નેટના માધ્યમ થકી એકમેક સાથે પ્રથમવાર જોડાયા

ભુજ, તા. 31 : કચ્છી સાહિત્ય મંડળ અંતર્ગત લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખી નેટના માધ્યમથી બુધવારના પ્રથમ વખત ઓનલાઈન કચ્છી મુશાયરો યોજાયો હતો. જેનું આયોજન ગૌરવ પુરસ્કાર વિજેતા અને કચ્છી સાહિત્ય મંડળના પ્રમુખ લાલજી મેવાડાએ કર્યું હતું. અજય મેવાડાની દેખરેખ હેઠળ આ કાર્યક્રમ કચ્છ-મુંબઈના સર્જકો અને ભાવકોએ માણ્યો હતો. કચ્છી-ગુજરાતી ભાષાના સર્જકોએ પોતાની કચ્છી કૃતિઓને રજૂ કરી અને દાદ મેળવી હતી. કાર્યક્રમના પ્રારંભે લાલજી મેવાડાએ સહુને આવકારતાં કચ્છી ભાષાના ગઢ ગણાતા બે સર્જકો પૈકી સ્વ. માધવ જોશી `અશ્ક' અને સ્વ. પ્રભાશંકર ફડકેજીને શાબ્દિક અંજલિ આપી હતી.કાન્તિલાલ મામણિયા `સ્નેહ', મનીષાબેન વીરા, ચેતનભાઈ ફ્રેમવાલા, ડો. ધીરજ છેડા, ડો. વિશન નાગડા, ભાનુમતી શાહ, જયંતીલાલ છેડા, અરવિંદ રાજગોર વગેરેએ મુંબઈથી ભાગ લઈને કચ્છી કૃતિઓની રજૂઆત કરી હતી. જ્યારે ડો. કાન્તિભાઈ ગોર `કારણ'એ `કુરો-ના, કોરોના', મદનકુમાર અંજારિયા `ખ્વાબ'એ `રૂબરૂ', પબુભાઈ ગઢવી `પુષ્પ'એ `પ્રેમસે', ડો. કાશ્મિરાએ `કોરાના', અરુણાબેન ઠક્કર `માધવી'એ `કબીરા', ઉષ્માબહેન શુક્લએ `કચ્છ', હરેશ દરજી `કસબી'એ `વખત કઈ લગેતો', કૃષ્ણકાન્ત ભાટિયા `કાન્ત'એ `પંખીડા ઉડેતા વલાઉ ખિલી ગિન', મોહનલાલ જોશીએ `િવનેતા', જયેશ ભાનુશાલી `જયુ'એ `નગર હી', દીપક શેઠિયા `િચંતન'એ `ટાણું', લાલજી મેવાડા `સ્વપ્ન'એ આકાર વેંતા (ગઝલ)નું પઠન કર્યું હતું. જયંતી જોશી `શબાબ'એ પોતાના કાવ્યપઠન બાદ આ કાર્યક્રમને ત્રિવેણી સંગમ જેવો ગણાવ્યો હતો. જ્યારે મદનકુમાર અંજારિયાએ `મહોબતનો મનોરાજ્ય' કહ્યું હતું. આ કાર્યક્રમ ઘેરબેઠા માણતા એકબીજાને નાનકડા ક્રીન પર જોઈ સહુએ રાજીપો વ્યક્ત કર્યો હતો અને હવે પણ વારંવાર આવા કાર્યક્રમ યોજવા આશા વ્યક્ત કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer