આદિપુરની સંસ્થા ધ્વારા ઓનલાઈન હરિફાઈ : 196 જણે લીધેલો ભાગ

ગાંધીધામ, તા. 31 : આદિપુરના લોહાણા સમાજના સાનિધ્યમાં ઈન્ટરનેશનલ લોહાણા આદિપુર સંસ્થા ધ્વારા  લોકડાઉન વચ્ચે રધુવંશી ભાઈ બહેનો  માટે રધુવંશી ઓનલાઈન લુડો સ્પર્ધાનુ  આયોજન કરાયુ હતું. જેમાં  196 લોકોએ ભાગ  લીધો હતો. આ હરીફાઈમાં  ગ્રુપ કોડ ના આધારે  ગ્રુપ મુજબ  એન્ટ્રી  અપાઈ હતી. એડમીન ધ્વારા આવા 49 ગ્રુપોને  ઓનલાઈન રમત રમાડવામાં આવી હતી. ફાઈનલ રાઉન્ડમાં  ભકિત સુરેશભાઈ ઠકકર,અતુલ હિતેષભાઈ કારીયા, શ્રધ્ધા જગદીશભાઈ ભીંડે, પ્રિયંકા રવિભાઈ ગણાત્રા  અનુક્રમે વિજેતા જાહેર થયા હતા. આદિપુર લોહાણા સમાજના  પ્રમુખ નિહાલભાઈ આઈયા, ઈન્ટરનેશનલ લોહાણા; આદિપુર સંસ્થાના પ્રમુખ ઉમેશ સોમેશ્વરે વિજેતાઓને પ્રમાણપત્ર અને ઈનામ આપી સન્માનિત કર્યા હતા. આ પ્રોજેકટમાં  યથ ગંધા, હિતેષ રૈયા, પિયુષ પવાણી, સાગર રામાણી, દિપ ઠકકર વગેરે સહકાર આપ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer