સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે જખૌ મત્સ્ય બંદરે ચિંતા

સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે જખૌ મત્સ્ય બંદરે ચિંતા
નલિયા (તા. અબડાસા), તા. 30 : સંભવિત વાવાઝોડાની આગાહીનાં પગલે પશ્ચિમી છેવાડાના મત્સ્યબંદર જખૌ ખાતે તકેદારીનાં પગલાં લેવાઈ રહ્યાં છે. દરિયામાં માછીમારી માટે ગયેલી બોટોને કાંઠે બોલાવાઈ રહી છે. આમ તો એકાદ દિવસ જ માછીમારીની સિઝન છે. ત્યારબાદ તેના પર રોક લગાવાઈ છે. જખૌ બંદરે અકાદ સો જેટલી બોટો ફિશિંગમાં કાર્યરત છે. દરિયામાં ગયેલી આ બોટોને પ્રશાસન દ્વારા વાયરલેસ મેસેજથી અવગત કરાતાં 80 જેટલી બોટો કાંઠે પરત ફરી છે. અન્ય વીસેક બોટો આજ રાત સુધી પરત ફરે તેવી શક્યતા છે. જખૌના દરિયાઈ પાણીમાં કરંટ જોવા મળ્યો હતો અને ઊંચાં મોજાં ઉછળ્યાં હતાં. આમ તો 1લી જૂનથી બે મહિના સુધી માછીમારી પ્રવૃત્તિ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer