અસહ્ય ગરમી અને તાપથી ત્રસ્ત ઝેરી જીવજંતુઓ `ઘર'' છોડી માર્ગો પર

અસહ્ય ગરમી અને તાપથી ત્રસ્ત ઝેરી જીવજંતુઓ `ઘર'' છોડી માર્ગો પર
કોટડા (ચકાર) (તા. ભુજ), તા. 30 : કોરોના કહેરના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકો પોતાના ઘરોમાં છે. તો બીજી બાજુ ઉનાળાની શરૂઆતની સાથે સૂર્યમાંથી નીકળતી આગ કચ્છના લોકોને દઝાવી રહી છે. આ ભયાનક તાપ, વધતા તાપમાં માનવી, પશુ-પક્ષીઓ બેહાલ થઇ ગયા છે. આભ પરથી તાપ વરસી રહ્યો છે ત્યારે પશુ-પક્ષીઓની સાથે પેટાળના જીવજંતુઓ પણ ગરમીથી હેરાન થઇ રહ્યા છે. આ ગરમીથી બેહાલ સાપ, વીંછી જેવા ઝેરી જીવજંતુઓ પેટાળમાંથી બહાર આવી રહ્યા છે. તાલુકાના કનૈયાબે ગામે વાડીમાં પાણી વાળતી વખતે અમૃતભાઇ ઠાકર નામે શ્રમજીવીને પગમાં સાપ કરડી જતાં ભુજ જી.કે. જનરલમાં ખસેડવામાં આવેલા. તો થોડા સમય પહેલાં નરશીં ભુડિયા નામની વ્યક્તિ પદ્ધર સીમાડામાં ખુલ્લામાં રાત્રિ સમયે હાજરૂ કરવા જતાં વીંછી કરડી જતાં ખાનગી હોસ્પિટલ ભુજ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ગામડાઓ, વાડી વિસ્તાર, ઘરોની આસપાસ આવા ઝેરી જીવો જોવા મળતાં લોકોમાં ભય ફેલાયો છે. કચ્છમાં ગરમીનું પ્રમાણ વધતાં સાપ, વીંછી જેવા નાના-મોટા ઝેરી જીવો જે સામાન્ય રીતે ઓછા જોવા મળતા હોય છે પરંતુ ગરમીનું પ્રમાણ વધતાં આ ઝેરી જીવો મોટા પ્રમાણમાં પેટાળમાંથી બહાર ફરતા જોવા મળી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer