રોહા (સુમરી)માં વધુ એક રાષ્ટ્રીય પક્ષીનાં મોતથી આક્રોશ

રોહા (સુમરી)માં વધુ એક રાષ્ટ્રીય પક્ષીનાં મોતથી આક્રોશ
ગઢશીશા (તા. માંડવી), તા. 30 : નખત્રાણા તાલુકાના રોહા (સુમરી) ગામે શનિવારે ઢળતી સાંજે પવનચક્કી આધારિત ભારે વીજલાઇનના સંપર્કમાં આવતા ફરી એક રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયું છે. આવી રીતે  મોર મરવાની સપ્તાહમાં  આ ત્રીજી ઘટનાથી ગ્રામજનોમાં ભારે ચિંતા સાથે આક્રોશ જોવા મળ્યો છે. ગુરુવારે પણ એક મોરનું મોત થતાં જાણીતા પક્ષીવિદ્ નવીનભાઇ બાપટ તથા ટીમે  ગામની મુલાકાત લઇ ચિંતા વ્યકત કરી હતી અને શનિવારે ફરી આ જ ઘટનાનું પુનરાવર્તન થતાં ગ્રામજનોએ બહોળી સંખ્યામાં એકત્ર થવા સાથે ભારે આક્રોશ?વ્યકત કર્યો છે. પવનચક્કી આધારિત આ વીજલાઇન ગામતળમાંથી પસાર થતી હોઇ ભવિષ્યમાં મોટી જાનહાનિનો ખતરો પણ તોળાઇ રહ્યો છે. જેથી સત્વરે આ વીજલાઇન દૂર કરવા ગ્રામજનો દ્વારા અગાઉ પણ?વિવિધ જગ્યાએ રજૂઆતો કરાઈ છે. હજુ પણ કોઇ સકારાત્મક સંતોષજનક પગલાં નહીં ભરાય તો હજી પણ `કલાપી'ઓના મોતની આશંકા સેવાઇ રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer