મૂળ બેલાના ડોક્ટર અમદાવાદમાં કોરોનાગ્રસ્તોની સારવારમાં જોડાયા

મૂળ બેલાના ડોક્ટર અમદાવાદમાં કોરોનાગ્રસ્તોની સારવારમાં જોડાયા
ભુજ, તા. 30 : જૈન શ્વેતામ્બર તેરાપંથ ધર્મસંઘના એકાધિશાસ્તા અગિયારમા આચાર્ય મહાશ્રમણજીના સુશિષ્ય માતા મંછીબહેન તથા સ્વ. નેમજી પ્રેમજી મહેતાના પુત્ર, સ્વ. ચેતનાબહેન તથા મહેન્દ્રભાઈના પુત્ર ડો. રાજ કે જેઓ એમબીબીએસ કર્યા પછી ગાયનેક સર્જન બન્યા અને એમ.ડી.ના ત્રીજા વર્ષમાં એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. કોરોનાની મહામારીમાં દરરોજ આશરે 18થી 20 કલાક કોરોનાના દર્દીઓની સેવા કરી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર એસ.વી.પી. હોસ્પિટલ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરી રહી છે ત્યારે કચ્છ વાગડની ધરતીના આ પનોતા પુત્ર ડો. રાજ પણ આ મહાયજ્ઞમાં જોડાઈને માનવતાના આ મહાન કાર્યમાં પોતાની સેવા દ્વારા કચ્છ અને વાગડનું નામ રોશન કરી રહ્યા છે, તેવું અગ્રણી મહેશ પી. મહેતાએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer