ગાંધીધામની લાયોનેસ ક્લબ દ્વારા સેવા પ્રવૃત્તિ

ગાંધીધામની લાયોનેસ ક્લબ દ્વારા સેવા પ્રવૃત્તિ
આદિપુર, તા. 30 : ગાંધીધામની લાયોનેસ ક્લબ દ્વારા લોકડાઉન પૂર્વે નિર્ધારિત વિવિધ બે પ્રકલ્પો પૂર્ણ કરાયા હતા. જેમાં અહીંની  હરિ આશરો શાળામાં બાળકો માટે બે ઝૂલા અને એકસલસીઅર મોડેલ સ્કૂલમાં બે માઇક સાથેની સાઉન્ડ સિસ્ટમ અર્પણ કરાઇ હતી. આ પ્રસંગોએ  સંસ્થાના અધ્યક્ષા ડિમ્પલ આચાર્યએ હજુ પણ કેટલાક પ્રકલ્પો પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. શાળાના હર્ષા મહેતા, હર્ષા જેઠાણી, ક્રિસ્ટોફર ડેવીસન, સરસચંદ્ર નાયર વિ.એ  પણ સેવા પ્રવૃત્તિ બિરદાવી હતી. હરિ આશરો શાળામાં લાયન્સ ક્લબના ઇલેકટેડ ડીજી ધીરેન મહેતા, લાયોનેસ ચેરપર્સન નરેન્દ્ર બિલંદાણી, પૂર્વ પ્રમુખ હર્ષા મહેતા, શોભના ચક્રવર્તી, ભાવિ અધ્યક્ષા નેહા વોરા,નીલમ બિલંદાણી,આરતી છતલાણી, પ્રદીપ જોશી વિ. ઉપસ્થિત રહ્યા હતા.  જેમની રુકમણિ જ્ઞાનચંદાણીએ શાબ્દિક સ્વાગત કરી સેવા બિરદાવી હતી. શાળા પરિવારના  રીટા સહાની, કલ્પનાબેન, રાધા ભાટીઆ, દિલીપ સાડીઆ, મીનાબેન, સંતોષબેન તથા અન્યો ઉપસ્થિત રહ્યા હતા. એક્સલસીઅર શાળામાં  હર્ષાબેન મહેતાએ લાયોનેસની ભગિનીઓનું સ્વાગત કર્યું હતું. ભવિષ્યમાં પણ આવી ગતિવિધિ જારી રાખવાની લાગણી ડિમ્પલ આચાર્ય, નેહા વોરાએ વ્યકત કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer