સરકારી ક્વોરેન્ટાઇનમાં સુવિધાઓની ફકત જાહેરાત જ, અમલવારી નથી

સરકારી ક્વોરેન્ટાઇનમાં સુવિધાઓની ફકત જાહેરાત જ, અમલવારી નથી
ભુજ, તા. 30 : સરકારી ક્વોરેન્ટાઇન સેન્ટર શિણાય અને લીલાશાહ આશ્રમની મુલાકાત બાદ કોંગ્રેસના મોવડીઓએ આક્ષેપ કર્યો હતો કે, સુવિધાઓની ફકત જાહેરાત જ છે. અમલવારીના નામે મીંડું છે. લોકોમાં ભારે આક્રોશ દેખાયો,  સહનશક્તિ ખૂટે અને અનિચ્છનીય બનાવ બને તેની વહીવટી તંત્ર તકેદારી રાખે તેવો અનુરોધ કર્યો. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, જિ.પં.ના વિપક્ષી નેતા વી.કે. હુંબલે ક્વોરેન્ટાઇન થયેલા લોકોની મુલાકાત લઇ તલસ્પર્શી વિગતો મેળવી હતી. શ્રી જાડેજા અને શ્રી હુંબલે રોષપૂર્વક જણાવ્યું હતું કે, લીલાશાહ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં વહીવટી તંત્રે મનમાની કરી દુધઇ-નવાગામમાં હોમ ક્વોરેન્ટાઇનમાં રહેલા 15થી 20 જણાને લવાયા, કોઇ જ સગવડ આપવામાં  આવી નહીં. કોરોનાના કોઇ લક્ષણો ન હોતાં ક્યા નિયમ મુજબ રાખવામાં આવેલા તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ પૈકી 4 વર્ષની  બાળકી માટે ઘોડિયાની વ્યવસ્થા પણ?ન કરાઇ તે બાબત કેટલી હદે યોગ્ય છે. ઉપરાંત શિણાય ક્વોરેન્ટાઇન સેન્ટરમાં આશ્રય મેળવી રહેલાઓએ પણ ઘણી ફરિયાદો કરી છે. ઉપરાંત શિણાયમાં પીવાનાં પાણીની પણ સગવડ નહિવત છે, તેવું કોંગ્રેસના પ્રવકતા દીપક ડાંગરની યાદીમાં જણાવાયું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer