મુંદરાથી સાડા આઠ હજાર શ્રમિકને તેમના વતનમાં પરત પહોંચતા કરાયા

મુંદરાથી સાડા આઠ હજાર શ્રમિકને તેમના વતનમાં પરત પહોંચતા કરાયા
મુંદરા, તા. 30 : તાલુકામાં વિવિધ જગ્યાઓ પર કામ કરતા શ્રમિકો જેવા કે બિહાર-3920, ઉત્તરપ્રદેશ-2043, મધ્યપ્રદેશ-1028, ઝારખંડ-1454 અને ઓરિસ્સા-63 મળી કુલ્લ 8508 જેટલા જુદા જુદા રાજ્યના શ્રમિકોને વતનમાં મોકલાવી અપાયા હતા. મુંદરાથી ભુજ તેમજ ગાંધીધામ રેલવે સ્ટેશને પહોંચાડી ત્યારથી રેલવે દ્વારા પોતાના વતનમાં સુખરૂપ રવાના થયા હતા. આ શ્રમિકોને મુંદરાથી રવાના થયા તે દરમ્યાન તમામને ભોજનની વ્યવસ્થા ઉપરાંત બસમાં નાસ્તો, કેળાં અને સક્કરટેટી જેવા ફ્રૂટ તેમજ મિનરલ વોટર આપવામાં આવ્યું હતું. આ આયોજનમાં મુંદરા વેપારી એસોસિયેશન, મુંદરા બિલ્ડર એસોસિયેશન, ઠા. નરશી દામજી ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે ભાવેનભાઇ ઠક્કર, જલારામ ટ્રેડર્સ હસ્તે ભરતભાઇ ઠક્કર, યુસુફ મહેરઅલી ટ્રસ્ટ, મુંદરા અદાણી પોર્ટ એન્ડ એસ.ઇ.ઝેડ., મુંદરા હોટલ એસોસિયેશન, યશ એન્ટરપ્રાઇઝ હસ્તે સુલતાનભાઇ તુર્ક, મજીદભાઇ તુર્ક ધ્રબ તથા હાજી સલીમભાઇ જત દ્વારા સહયોગ મળ્યો હતો. આ સમગ્ર કામગીરી મુંદરા નાયબ કલેકટર કે.જી. ચૌધરી તથા મામલતદાર, મુંદરા પી.એસ. વાઘેલાનાં માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરાઈ હતી. પોલીસ ઇન્સ્પેકટર મુંદરા પી. કે. પટેલ તથા મુંદરા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર સંદીપભાઇ ગઢવી દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવી હતી. મુંદરા ગ્રામ પંચાયતના કર્મચારીઓ પ્રવીણભાઇ રાઠોડ, કિરણભાઇ જોશી, બટુકભાઇ સોની, સંદીપભાઇ પણિયા, કાસુ થેબા (પ્રમુખ મુસ્લિમ સમાજ), રમજુ સુમરા, જાવેદ કેવર, અસલમશા સૈયદ દ્વારા માનદ સેવા આપવામાં આવી હતી, તે ઉપરાંત તાલુકા પંચાયત મુંદરા, મામલતદાર કચેરી, મુંદરા તાલુકાના શિક્ષકો, સરપંચ મુંદરા ધર્મેન્દ્રભાઇ જેશર, સ્વામી વિવેકાનંદ યુવક મંડળના સદસ્યો, ગ્રામ પંચાયતના સદસ્યો, શેઠ આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપક સમિતિના સદસ્યો તેમજ સંસ્થાના પ્રિન્સિપાલ સહયોગી રહ્યા હતા,  તેવું ના.મ. યશોધર જોશીએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer