રોગના પ્રતિકારની શક્તિ વધારવા ચૂર્ણનું વિતરણ

રોગના પ્રતિકારની શક્તિ વધારવા ચૂર્ણનું વિતરણ
ભુજ, તા. 30 : નાના બાળકથી વયોવૃદ્ધ પણ ચૂર્ણનો ઉપયોગ કરી શકે છે. કોરોના સંક્રમિત પણ આનો ઉપયોગ કરવાથી ત્રણ દિવસમાં તેની અસર થાય છે અને રિપોર્ટ નેગેટિવ આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આયુર્વેદિક ઉપચારો કોરોના સામે કારગત બનશે તેમ જણાવે છે. કોરોના જંગ સામે હજી કોઈ પણ વેક્સિનની શોધ સફળ નથી થઈ ત્યારે આપણી રોગ પ્રતિકારકશક્તિ વધારવા માટે પ્રતિરોધક ક્ષમતા વધારવા આયુર્વેદિક ઉપચાર જરૂરી બને છે. રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, વીરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી તથા સ્થાનિક તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં જરૂરિયાતમંદો માટે વિતરણ કરવામાં આવ્યું છે તેમ સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું. વધુને વધુ લોકો આ સર્વ જવરહર ચૂર્ણનો જરૂરિયાતમંદો તેનો ઉપયોગ કરી પોતાની ઈમ્યુનિટી વધારે જેથી કોરોના સામેના જંગમાં લડત આપી શકાય તેવી અપીલ તેમણે કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer